PHOTOS: નેપાળમાં ભારત અને અમેરિકાના પ્રભાવને ખતમ કરવા માંગે છે આ ચીની યુવતી, જાણો તેના વિશે
નેપાળ (Nepal) ના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની સત્તા બચાવવા માટે દિવસ રાત એક કરી રહેલા ચીનના નેપાળના રાજદૂત હાઓ યાંકી ( hou yanqi ) વિરુદ્ધ નેપાળમાં જનતાથી માંડીને રાજકીય ગલિયારામાં વિરોધ વધી રહ્યો છે. પાકિસ્તાનમાં કામ કરી ચૂકેલા હાઓ યાંકીએ નેપાળના પ્રધાનંત્રીથી લઈને સેના પ્રમુખ સુદ્ધાને પોતાના ઈશારે કામ કરવા માટે મજબૂર કરી દીધા છે. ફટાફટ ઉર્દૂ બોલવામાં ઉસ્તાદ હાઓ હાલ નેપાળમાં ભારત અને અમેરિકા વિરુદ્ધ ચીનના એજન્ડાને સેટ કરવામાં તનતોડ મહેનત કરી રહ્યાં છે.
કાઠમંડૂ: નેપાળ (Nepal) ના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની સત્તા બચાવવા માટે દિવસ રાત એક કરી રહેલા ચીનના નેપાળના રાજદૂત હાઓ યાંકી ( hou yanqi ) વિરુદ્ધ નેપાળમાં જનતાથી માંડીને રાજકીય ગલિયારામાં વિરોધ વધી રહ્યો છે. પાકિસ્તાનમાં કામ કરી ચૂકેલા હાઓ યાંકીએ નેપાળના પ્રધાનંત્રીથી લઈને સેના પ્રમુખ સુદ્ધાને પોતાના ઈશારે કામ કરવા માટે મજબૂર કરી દીધા છે. ફટાફટ ઉર્દૂ બોલવામાં ઉસ્તાદ હાઓ હાલ નેપાળમાં ભારત અને અમેરિકા વિરુદ્ધ ચીનના એજન્ડાને સેટ કરવામાં તનતોડ મહેનત કરી રહ્યાં છે.
ચીની રાજનયિકોની નવી પેઢી સાથે ઘરોબો ધરાવતા વુલ્ફ વોરિયર હાઓએ ખુબ જ ઓછા સમયમાં નેપાળના રાજકારણમાં જોરદાર પકડ જમાવી છે. તેમની કોશિશ છે કે કોઈ પણ રીતે નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીને ઓલીના સમર્થનમાં ઊભી કરાય જે સતત ભારત વિરુદ્ધ નિર્ણયો લઈ રહ્યાં છે. એટલું જ નહી ઓલી સરકારે ચીની રાજદૂતના ઈશારે અમેરિકા પાસેથી મળનારી 50 કરોડ ડોલરની મદદને પણ બાજુમાં હડસેલી દીધી છે. તાજેતરમાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓની જાહેરાત બાદ પણ ઓલી સરકાર આ ફંડ પર અત્યાર સુધી કોઈ નિર્ણય લઈ શકી નથી.
હકીકતમાં ચીનને એવું લાગી રહ્યું છે કે ઓલી જ એ હુકમનો એક્કો છે જેમના દ્વારા નેપાળમાં ભારત અને અમેરિકાનો પ્રભાવ ઓછો કરી શકાય છે. આ બાજુ ઓલી પણ સતત ચીની રાજદૂતના ઈશારે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યાં છે. તેમની કોશિશ છે કે ભારત વિરુદ્ધ નિવેદનો આપીને અને આકરા પગલાં લઈને તેઓ ચીનને ખુશ કરે. જેથી કરીને તેમની સત્તા બચી રહેશે. ચીની રાજદૂત અને પીએમ ઓલીના આ ખેલને હવે માત્ર નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પ્રચંડ જ નહીં પરંતુ જનતા સમાજવાદી પાર્ટી-નેપાળ અને નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પણ સમજી ગયા છે.
'ઓલી સરકાર જાણીજોઈને ભારત વિરુદ્ધ આપી રહી છે નિવેદન'
બંને પક્ષના નેતાઓ વચ્ચે હાલના દિવસોમાં થયેલી બેઠકમાં એ સામાન્ય સહમતિ બની કે કેપી ઓલી સરકાર જાણી જોઈને ભારત વિરુદ્ધ ધૃણાભર્યા નિવેદનો આપી રહી છે. જેથી કરીને ભારત અને નેપાળના સંબંધો ખરાબ કરી શકાય. એટલું જ નહીં બંને પક્ષોએ સ્વીકાર્યું કે ચીનને ખુશ કરવા માટે નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા કોઈ પણ હદે જઈ રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે જનતાના અવાજને દબાવવા માટે ઓલી સરકારે સંસદના બજેટસત્રને પણ ખતમ કરી નાખ્યું જેથી કરીને નાગરિકતા બિલ અને અમેરિકા સાથે કરારને સ્વિકૃતિ ન મળી શકી.
સેનાથી લઈને પ્રધાનમંત્રી સુધી...નેપાળમાં મજબૂત પકડ ધરાવે છે ચીની રાજદૂત
નેપાળના સેનાધ્યક્ષ જનરલ પૂર્ણ ચંદ્રથાપાથી લઈને પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીના કાર્યાલય સુધી, કાઠમંડૂમાં ચીની રાજદૂત હોઉ યાંકીની પહોંચ લગભગ દરેક ઠેકાણે છે. નેપાળી રાષ્ટ્રપતિ દેવી ભંડારે તેમને ખાસ ડિનર માટે આમંત્રણ પાઠવે છે. પર્યટન મંત્રી યોગેશ ભટ્ટરાઈ, હોઉ માટે ખાસ આઉટડોર ફોટોશૂટની પણ સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
હોઉ હમેશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની મોડલ જેવી તસવીરો અપલોડ કરતા રહે છે અને તે ખુબ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળે છે. યુવા ચીની રાજનયિકને મોટી સંખ્યામાં નેપાળી લોકો પણ ફેસબુક અને તેમના ટ્વિટર એકાઉન્ટને ફોલો કરે છે. હાલમાં જ જ્યારે તેમણે કાઠમંડૂમાં એક વિશેષ ફોટોશૂટ માટે એક મોડલ તરીકે પોઝ આપ્યો તો ત્યારે તેઓ ખુબ ચર્ચામાં રહ્યાં હતાં.
નેપાળની રાજધાનીમાં લોકપ્રિય પર્યટન સ્થળો પર લેવાયેલી તસવીરો તરત સ્થાનિક અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. હોઉ નેપાળમાં ચીની સરકાર દ્વારા કરાયેલા પ્રમુખ નિર્માણ કાર્યોની નિગરાણી પણ કરે છે. બેઈજિંગ સ્થિત વિદેશ નીતિના રણનીતિકારોના સામંજસ્યમાં કામ કરનારા હોઉને નેપાળમાં અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી ચીની રાજનયિકોમાંથી એક ગણવામાં આવે છે. તેઓ પાકિસ્તાનમાં પણ સેવા આપી ચૂક્યા છે.
બેઈજિંગથી પીએલએ દ્વારા મેડિકલ સપ્લાયથી લદાયેલું વિમાન જ્યારે નેપાળ પહોંચ્યું તો હોઉએ જનરલ થાપાને મેડિકલ સપ્લાય સોપ્યો હતો. ગોરખપત્રમાં તેમણએ કાળાપાની વિસ્તારનો મુદ્દાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મને ખબર છે કે તેટલાક બિનજવાબદાર મીડિયા સમૂહ હંમેશા જનમતને ભડકાવવાની કોશિશ કરતા રહે છે. કાળાપાનીનો મુદ્દો ભારત અને નેપાળ વચ્ચે છે.
નક્શા વિવાદ ઉપરાંત હાલમાં જ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી એનસીપીની અંદર પ્રતિદ્વંદ્વિ જૂથના નેતૃત્વમાં ઓલી વિરુદ્ધ ભડકેલી નારાજગીને દૂર કરવા માટે હોઉ યાંકીએ સત્તાધારી એનસીપીના કેટલાક ટોચના નેતાઓનો સંપર્ક કર્યો હતો. કહેવાય છે કે નેપાળના નક્શામાં સંશોધન કરીને પ્રધાનમંત્રી ઓલીના અપ્રત્યાશિત પગલાં પાછળ યુવા ચીની રાજદૂત હોઉ યાંકીનો હાથ હોવાનું કહેવાય છે. નક્શામાં ભારત સાથેનો વિવાદિત વિસ્તાર પણ સામેલ છે.
નેપાળમાં સૌથી પ્રભાવિત રાજનયિક ગણાતા હોઉ નેપાળી સેનાધ્યક્ષ જનરલ પૂર્ણ થાપાની પણ નીકટ છે. 13 મેના રોજ હોઉએ કાઠમંડૂમાં પીપલ્સ લિબરેશન આર્મી પીએલએના એક મોટા સમારોહની અધ્યક્ષતા કરી જેમાં જનરલ થાપાને પણ મુખ્ય અતિથિ તરીકે સામેલ કરાયા હતાં.